VIDEO: સુજલામ સુફલામની વરવી વાસ્તવિકતા, CMને ખુશ કરવા તળાવમાં ઉતારાયા 35 JCB

728_90

વડોદરાઃ કહેવત છે ને કે “આરંભે સુરા વચનોમાં અધુરા.” આવો જ કંઈક ઘાટ રાજ્યનાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં ઊભો થયો છે. જેને રાજ્ય સરકાર અને વહિવટીતંત્રની કાર્યક્ષમતા સામે સવાલોની વણઝાર ઊભી કરી દીધી છે.

JCBનાં મસ મોટા કાફલાને એક-બે નહીં પરંતુ 35થી વધુ JCB એવાં સમયે અહીં દોડતાં થયાં હતાં કે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જળસંચય અભિયાનનો પ્રારંભ કરવાનાં હતાં. આ ઘટના 26મેં 2018ની છે. વડોદરાનાં છાણી વિસ્તારમાં જળસંચય અભિયાનને આગળ ઘપાવવા અહીં CMએ ભૂમીપૂજન પણ કર્યું હતું.

તે સમયે 35થી વધુ JCB, ટ્રકો, ટ્રેકટરો અહીં ખડકી દેવામાં આવ્યાં હતાં. જો કે CM જેવાં જ પરત ગાંધીનગર પહોંચ્યાં કે તંત્રએ જાણે સરકારને ઉલ્ટા ચશ્માં પહેરાવ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે અહીં માત્ર 3 JCB નજરે ચઢી આવતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલોની વણઝાર ઊભી થઈ છે.

મહત્વનું છે કે CMએ જ્યારે પોતાનાં વકત્વયમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 4600થી વધુ JCB તળાવો ઉંડા કરવાની કામગીરી કરી રહ્યાં છે ત્યારે સવાલ એવો ઊભો થાય કે શું રાજ્યનાં બધાં જ શહેરો અને ગામમાં આ પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

CM સાહેબ તો એવું કહી રહ્યાં છે કે JCB જોયું નથી ને તળાવમાં ઉતાર્યું પણ નથી. જો કે સરકારે પણ આ અહેવાલ થકી ધ્યાન દોરવાની જરૂર છે. વહીવટીતંત્ર ક્યાંક ઉલ્ટા ચશ્માં તો નથી પહેરાવી રહ્યું ને એ પણ એક વિચારવા જેવી બાબત છે. મહત્વનું છે કે હવે રાજ્યમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક લઈ શકે છે. તેવામાં તળાવો ઉંડા કરવાનું અભિયાન રાજ્ય સરકારે ઉઠાવ્યું છે.

વહિવટીતંત્ર માત્ર CMને ખુશ કરવામાં જ મશગુલ હોય તેવો ઘાટ JCBની ઘટને જોઈને સામે આવ્યો છે. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે શું ગુજરાતની જનતા અને સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ આ અભિયાન થકી થઇ રહ્યો છે.

You might also like
728_90