વડોદરામાં શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

વડોદરાઃ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાનાં એલેમ્બિક સ્કૂલનાં શિક્ષક વિનુ કટારિયાએ એક વિદ્યાર્થિની પર નજર બગાડી અને ત્યાર બાદ તેનાં પર દુષ્કર્મ આચર્યું.

એક, બે નહીં પરંતુ છેલ્લાં એક વર્ષથી શિક્ષક વિનુ કટારિયા પીડિતા પર દુષ્કર્મ આચરતો હતો. માત્ર એટલું જ નહીં આ શિક્ષકે તો વિદ્યાર્થિનીનો વીડિયો પણ બનાવી લીધો હતો અને શિક્ષક વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને સતત તેનાં પર દુષ્કર્મ આચરતો હતો.

જો કે અંતે પીડિતાએ હિંમત દાખવી અને ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પીડિતાનાં આક્ષેપ મુજબ સ્કૂલની સાથે સાથે શિક્ષકનાં ખાનગી ટયૂશન જય ક્લાસિસ પણ ચલાવતો હતો અને આ ટયૂશન ક્લાસીસમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.

You might also like