વડોદરામાં સ્વચ્છતા અભિયાનનો સર્જાયો રેકોર્ડ, 5 હજાર લોકો જોડાયા

વડોદરા શહેરમાં આજે એક સાથે પાંચ હજાર લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ અગાઉ આ રેકોર્ડ મેક્સિકોના નામે હતો. જેમાં એકસાથે 1700 લોકો સ્વચ્છતા માટે જોડાયા હતા. આમ આજે વડોદરા શહેરમાં એકસાથે 5 હજાર લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ સ્વચ્છતા અભિયાનમાં 5 હજાર અને 58 લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમનું વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આમ વડોદરાવાસીઓએ ગીનીસ બુકમાં અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ દેશભરના લોકો આ અભિયાનમાં જોડાયા છે. આમ પણ દેશમાં સ્વચ્છતાની યાદીમાં વડોદરાનો 10 ક્રમાંક આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like