VIDEO: વડોદરાની પારૂલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દીની રોટલીમાંથી નીકળી સ્ટેપ્લર પીન

વડોદરાઃ શહેરમાં પારૂલ યુનિવર્સિટીની હોસ્પિટલની કેન્ટિનની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીને આપવામાં આવેલી રોટલીમાંથી સ્ટેપ્લર પીન મળી આવતા દર્દીનાં પરિવારજનોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. દર્દીએ રોટલી ખાતા તે પીન અચાનક જ ગળામાં ફસાઈ ગઇ હતી.

ત્યાર બાદ દર્દીને દાખલ કરીને તે પીન નીકાળી લેવામાં આવી હતી. જો કે આ મામલે દર્દીએ કેન્ટિનનાં સંચાલક સાથે વાત કરાતા સંચાલકે પણ જવાબ આપ્યો ન હતો. ત્યારે હવે આ મામલે દર્દીએ બેદકરારીની ફરિયાદ દાખલ કરી છે.

મહત્વનું છે કે વડોદરાની પારૂલ યુનિવર્સિટી અને હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર સતત વિવાદમાં ને વિવાદમાં જ રહે છે. ત્યારે તાજેતરમાં જ ફરી વાર એક ઘટનાએ પારૂલ યુનિવર્સિટીની હોસ્પિટલને વિવાદમાં સપડાવી દીધી છે. પારૂલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદનું કારણ બની છે. અહીં દર્દીનાં ભોજનમાંથી સ્ટેપલરની પીન મળી આવતા દર્દીનાં પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

You might also like