વડોદરા રૂરલ LCBએ રૂ.7.68 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

વડોદરાના કરજણ ટોલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ બે શખ્સો ઝડપી પાડ્યા હતા. નેશનલ નંબર ૪૮ પર આવેલા કરજણ ટોલનાકા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદે વેપલો કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

મળતી વિગત મુજબ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીવાળો આઇશર ટેમ્પો રોકી તેની સઘન તલાશી લેતાં ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ૨૩૪ બોટલ નંગ ૫૨૫૬ કિંમત રૂ. ૭,૬૮,૦૦૦ તથા ટેમ્પો કિંમત રૂપિયા સાત લાખ મોબાઇલ નંગ, તથા રોકડા રૂ. ૪,૬૦૦ મળી કુલ રૂ.૧૪,૭૬,૧૦૦ના મુદ્દામાલ સાથે પ્રકાશ ભંવરલાલ બિશ્નોઈ (રહે. સરનવ, તા. સાંચોર. જિ. ઝાલોર (રાજસ્થાન) તથા કૈલાસ રઘુનાથ નાઇ (રહે. અરનય, તા. સાંચોર. જિ. ઝાલોર (રાજસ્થાન)ની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

You might also like