મોરબીના 17 કારખાનેદારો સાથે 2.96 કરોડની ઠગાઇ કરનાર વડોદરાનો રવિ પાઉ પકડાયો

(એજન્સી) અમદાવાદ: મોરબીની ૧૭ સિરામીક ફેકટરી સાથે કરોડોની ઠગાઇ કરનાર વડોદરાના શખ્સને મોરબી એલસીબીએ ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કનિદૈ લાકિઅ વિશાલ જીવરાજભાઈ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી રવિ કિશોર પાઉં રહે રોયલ પ્લાઝા વડોદરા વાળાએ અલગ અલગ પેઢીઓ બનાવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે બનાવી ફરિયાદીની કેરા વિટ્રીફાઈડ માટેલ રોડ ફેકટરીમાંથી તેમજ અન્ય ૧૬ ફેકટરી પાસેથી વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી પ્રથમ મંગાવેલ ટાઈલ્સના રૂપિયા સમયસર ચૂકવી ફરીયાદી અને સાહેદનો વિશ્વાસ સંપાદન કરીને બાદમાં ખરીદી કરેલ માલના રૂ.૨,૯૬,૬૮,૯૩૫ નહિ ચૂકવી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે તપાસ શરુ કરતા આરોપી રવિ કિશોર પાઉં રહે રોયલ પ્લાઝા, વડોદરાવાળાને વડોદરામાંથી જ ઝડપી લીધો હતો.

પકડાયેલો આરોપી પ્રજ ટાઈલ્સ મુંબઈ, રૂપમ માર્બલ્સ ડોમ્બીવલી, સ્વર ટાઈલ્સ થાણે, સોનિયા ટાઈલ્સ ડોમ્બીવલી અને રૂણેજા માર્બલ પ્રા. લિ. એમ પાંચ પેઢીના નામથી મોરબી અને ઢુવા વિસ્તારમાંથી ટાઈલ્સ મંગાવતો અને બે વર્ષમાં ૧૭ ફેકટરીમાંથી ટાઈલ્સ મંગાવીને અમુક રકમ ચૂકવ્યા બાદ ૨.૯૬ કરોડની રકમ ચાઉં કરી જતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ આરોપી રવિ કિશોરભાઈ પાઉં સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રથમ વખત માલની ખરીદી કરી સમયસર માલના નાણા ચૂકવી આપી ઉધોગકારો સાથે વિશ્વાસ સંપાદન કરી ઉધાર માલની ખરીદી કરી બાદમાં ધૂંબા મારી દેતો હતો.

You might also like