વડોદરાઃ PSI જાડેજાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત

વડોદરાઃ શહેરનાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનાં ક્રાઈમ બ્રાંચનાં PSI એસ.એસ.જાડેજાએ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ આપઘાત મામલે એક નવો ખુલાસો થયો છે. મહત્વનું છે કે PSI એસ.એસ.જાડેજાની 4 દિવસ પહેલાં બદલી થઈ હતી.

PSI જાડેજાની ક્રાઈમ બ્રાંચમાં બદલી કરવામાં આવી હતી. PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જ પોતાનાં લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મહત્વનું છે કે, PSIનાં મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં નોકરીથી કંટાળી ગયેલાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે PSI સંજયસિંહ જાડેજા આ પહેલાં રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં. જો કે તાજેતરમાં જ વડોદરામાં તેમની PSI તરીકે નિમણૂંક કરાઇ હતી. આ ઉપરાંત એવું પણ કહેવાતું હતું કે તેઓ ઈમાનદાર ઓફિસર હતાં. જો કે તેમનાં મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.

આત્મહત્યા કરતા પહેલાં PSI સંજયસિંહે પોતાની સ્યુસાઈડ નોટમાં એવું લખ્યું હતું કે, PSIની આ સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, ‘PSIની નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરજો’. જો કે આ ઘટનાની જાણ થતાં તુરંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. તેમજ આ મામલે હવે પોલીસ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.

You might also like