વડોદરાઃ જવાહરનગરનાં PSI 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં

વડોદરાઃ શહેરનાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર PSI લાંચ લેતા ઝડપાયાં છે. PSIએ આરોપીને માર નહીં મારવા અને અન્ય આરોપીને હાજર કરાવવા મામલે રૂ.4 લાખની માંગણી કરી હતી. જેથી આરોપી દ્વારા જ લાંચ રુશ્વત વિરોધી શાખાનાં સંપર્ક દ્વારા PSIને રંગે હાથે ઝડપવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં PSIને રૂપિયા ૩૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પડાયાં હતાં.

ACBનાં અધિકારીઓએ PSI ઈન્દ્રજીતસિંહ સરવૈયાને 30 હાજરની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર નજીક કોયલી ગામે રહેતા ઉપેન્દ્ર ઉર્ફે રાકેશને જવાહરનગર પોલીસે દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. જે ગુનામાં મહેશ નામના શખ્સને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યારે મહત્વનું છે કે દારૂનાં કેસમાં ઉપેન્દ્ર ઉર્ફે રાકેશને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવ્યાં હતાં. જ્યાર બાદ તપાસ અધિકારી PSI ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ સરવૈયાએ આરોપીને માર નહીં મારવા માટે રૂ. ૩૦ હજારની માંગણી કરી હતી.

તેમજ અન્ય વોન્ટેડ આરોપીને હાજર કરાવીને હેરાન નહીં કરવા માટે બીજા રૂ.4 લાખની માંગણી કરી હતી. જેથી લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરવામાં આવ્યો અને છટકું ગોઠવીને ACB દ્વારા ફરિયાદીની ફરિયાદનાં આધારે PSI ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ સરવૈયાને રંગેહાથ ઝડપી પડાયા હતાં.

You might also like