વડોદરામાં મહિલા PSI પર હુમલો, આરોપીઓનું જાહેરમાં નીકાળાયું સરઘસ

વડોદરાઃ શહેરની મહિલા પીએસઆઇ પર હુમલાનાં કેસનાં પડઘા રાજ્યનાં ગૃહ મંત્રાલય સુધી પડ્યાં છે. આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાનાં દૂધવાળા મહોલ્લાની મુલાકાત લીધી હતી અને અસામાજીક તત્વોને ચેતવણી પણ આપી હતી કે આવા તત્વોને સરકાર ક્યારેય ચલાવી લેશે નહીં. કોઈની પણ ચમરબંધી રાખ્યાં વગર સરકાર કામગીરી કરશે.

મહત્વનું છે કે વડોદરાનાં વાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા પીએસઆઇ એસ.એન તોમર રાત્રીનાં સમયે દૂધવાળા મહોલ્લામાં ચાલતી લારીઓ બંધ કરાવવા ગયાં હતાં ત્યારે કેટલાંક અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો અને મહિલા પીએસઆઇને ઘાયલ કર્યા હતાં.

જો કે આ ઘટના બાદ પોલિસે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી અને તેઓનું જાહેરમાં સંઘર્ષ પણ નીકાળ્યું હતું. જો કે આ ઘટનાનાં પડઘા ગાંધીનગર સુધી પડ્યાં છે અને આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દૂધવાળા મહોલ્લાની મુલાકાત પણ લીધી હતી અને આખા વિસ્તારની સ્વયં માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે આમ પણ દૂધવાળો મહોલ્લો આમ તો કોમી તોફાનો માટે ખુબ જ બદનામ થયેલો વિસ્તાર છે ત્યારે મહિલા પીએસઆઇ પરનાં હુમલાનાં કારણે પોલીસ માટે અને સરકાર માટે પણ આ ઘટના એક શરમજનક ઘટના હતી.

જેનાં કારણે આરોપીઓને પકડીને જાહેરમાં સરઘસ તો નીકાળ્યું જ હતું અને સાથે-સાથે આ સિવાય તત્વોને ખુલ્લેઆમ ચેતવણી આપવા માટે આજે ખુદ ગૃહમંત્રીએ સ્વયં આ વિસ્ત્તારની મુલાકાત લીધી હતી અને ચેતવણી પણ આપી હતી કે રાજયની પોલીસ હોય કે જનતા કોઈનાં પર પણ અત્યાચાર સરકાર નહીં ચલાવી લે અને સરકાર આ મામલાને ગંભીરતાથી લેશે તેમજ કડક કાર્યવાહી પણ કરશે.

મહત્વનું છે કે પોલીસે આ હુમલાને લઇને ગુનો નોંધી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. જેમાં પકડાયેલાં ત્રણ હુમલાખોરો મહંમદ રફીક યાસીન દુધવાલા, શાબિર ગોલાવાલા અને મહંમદ હનીફ ગુલાબનબી દુધવાલાનું પોલીસે જાહેરમાં સરઘસ નીકાળ્યું હતું. તેઓને ખુલ્લેઆમ હાથકડી અને દોરડા બાંધીને ત્રણેય આરોપીઓને પોલીસે ન્યાયમંદિર વિસ્તારમાં ફેરવ્યાં હતાં.

You might also like