વડોદરાઃ અનિચ્છનિય બનાવો અટકાવવા પોલીસનું સુપરકોપ બાઈક પેટ્રોલિંગ

વડોદરાઃ શહેરનાં અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની બે ટીમો દ્વારા સુપરકોપ બાઈક પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુપરકોપ બાઈકમાં ફલેશ લાઈટ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ અને સાઈરન લગાવવામાં આવ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, આગામી તહેવારો અને ચોરીનાં વધતા જતા બનાવોને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા અકૃત્ય બનાવો તેમજ ચોરી, લૂંટફાંટ અને કેટલાંક અસામાજીક તત્વો દ્વારા જાહેરમાં કરવામાં આવતી ગુંડાગર્દી જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસની ટીમો દ્વારા સુપરકોપ બાઇક દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ગુનાખોરી પ્રવૃત્તિને અટકાવવામાં આવશે.

You might also like