વડોદરાનાં પાદરામાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, પોલીસે ભૂત વિરુદ્ધ નોંધી ફરિયાદ

વડોદરાઃ જિલ્લાનાં પાદરા તાલુકાનાં ચોકારી ગામમાં બનેલો એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં પોલીસે ભૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. અહીં રહેતા મનીષાબેન પઢિયારે પોતાનાં શરીરે કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં મનીષાબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયાં છે. મનીષાબેને પોતાના પતિને જણાવ્યું કે, તેમને ભૂત વળગ્યું છે અને ભૂતનાં કહેવાંથી પોતાનાં શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી હતી.

હાલ ગંભીર રીતે દાઝેલાં મનીષાબેનને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં છે. પોલીસે પણ મનીષાબેનનાં પતિ અભેસિંહની ફરિયાદનાં આધારે જાણવા જોગ ફરિયાદ પણ નોંધી છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ એવો દાવો કર્યો છે કે, તેણે ભૂત જોયું છે અને ભૂતનાં કહેવાથી જ તેણે પોતે શરીર પર કેરોસિન છાટ્યું છે.

You might also like