મહિલા કોન્સ્ટેબલની હત્યાને લઇને વડોદરા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ

વડોદરાના સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલની હત્યા થતાં પોલીસે બેડામાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષીય હેમા 15 ફેબ્રુઆરીએ નોકરી પરથી છૂટી ઘરે પરત જવા રવાના થઈ હતી. પરંતુ તે ઘરે પહોંચી ન હતી.

ત્યારબાદ હેમાના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં હેમા 15 મીએ જ નોકરી પરથી જતી રહી હોવાનુ જાણના મળ્યું હતું. આમ સમગ્ર ઘટનાની ગંભીરતા લેતા પોલીસે તપાસ હાથ ધરી તો વકીલપુરા ગામની સીમમાંથી અર્ધબળેલી હાલતમાં હેમાનો મૃતદેહ મળી આવ્યો.

આ ઘટના સામે આવતા જ હેમાના પરિવારની સાથે-સાથે પોલીસ બેડામાં પણ આઘાતની સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસે હાલ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં હેમાના આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે.

જોકે કોણે હેમાની આ હાલત કરી અને કયા કારણો સર તેની હત્યા કરાઈ તે અંગે હજૂ જાણી શકાયું નથી. હાલ સાવલી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે

You might also like