VIDEO: વડોદરાનાં લંપટ ડૉક્ટરની સેક્સલીલામાં અન્ય 4 લોકોની સંડોવણી

વડોદરાઃ શહેરનાં અનગઢનાં તબીબ પ્રતિક જોશીની કામલીલાનો વીડિયો બનાવનાર કપાઉન્ડર દિલીપ ગોહિલની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે તેને પોલીસ સમક્ષ કેટલાંક મહત્વનાં ખુલાસાઓ પણ કર્યા છે. આ વીડિયો વાયરલ કરવામાં બીજા અન્ય 4 લોકોનાં નામ પણ સામે આવ્યાં છે.

ડેપ્યુટી સરપંચ સહિત ચાર લોકોનાં નામો સામે આવ્યાં છે. જેથી ડેપ્યુટી સરપંચ મહેન્દ્ર ગોહીલ અને વિક્રમ શર્માની પોલીસે અટકાયત પણ કરી છે. મહત્વની વાત છે કે ગામનાં માથાભારે તત્વો પાસે આ વીડિયો આવી જતાં તેઓએ ડોક્ટરનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને ડોક્ટરને માર મારીને મોટી રકમ પડાવી હોવાની વિગત પણ બહાર આવી છે.

મહત્વનું છે કે વડોદરાનાં લંપટ તબિબનો વીડિયો વાયરલ થવા મામલે પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં. દિલીપ ગોહિલ, ઉપસરપંચ મહેન્દ્ર ગોહિલ અને વિક્રમ શર્માને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે કમ્પાઉન્ડર દિલીપ ગોહિલનાં 18 તારીખ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે ડેપ્યુટી સરપંચ મહેન્દ્ર ગોહિલ અને વિક્રમ શર્માને જેલમાં મોકલવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે શહેરનાં ગોત્રી રોડ પર આવેલા ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા BHMS ડોક્ટર પ્રતિક જોષીનો સેક્સલીલા કરતાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રતિક પોતાનાં જ ક્લિનીકમાં મહિલા દર્દીઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સાથે ખરાબ કામ કરતો હતો.

ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલા માણતા 25 જેટલાં વીડિયો વાયરલ થયાં છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને બાદમાં તે પોતાનાં ક્લિનીકમાં જ સેક્સલીલા માણે છે.

મહત્વનું છે કે આ ડોક્ટરનો વીડિયો તેનાં જ ક્લિનીકમાં કામ કરતા કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે ઉતાર્યો હતો. આ વીડિયો ઉતાર્યા બાદ તેને વીડિયો વાયરલ પણ કર્યા હતાં. જો કે આ શખ્સની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

You might also like