વડોદરાઃ ઘરફોડ ચોરી કરનાર ગેંગને પોલીસે ધરદબોચી, 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડોદરાઃ શહેરમાં ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરી કરતી ગેંગને દબોચી લીધી છે. ચોરી સાથે સંકળાયેલી સિકલીગર ગેંગનાં 5 શખ્સોને પોલીસે દબોચી લીધાં છે. આ પાંચેય શખ્સો વારસિયા વિસ્તારમાંથી ઝડપાયાં છે.

આ ગેંગ રાજ્યભરનાં અનેક શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. જેમાં અત્યાર સુધી 25 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. તો આરોપીઓ પાસેથી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આરોપીઓ અમદાવાદ, વડોદરા અને આણંદમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતાં. ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડનાં મુખ્ય આરોપી જોગીન્દર સિંગની અંગઝડતીમાં ડીસમીસ અને હથોડો પણ ઝડપી પાડ્યો. આ સાથે જ વડોદરાનાં વિવિધ 10 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ચોરીનાં ગુનાનો ભેદ પણ ઉકેલ્યો.

ક્રાઈમ બ્રાન્ચે ગબ્બરસીગ, અતુલ પાંડે, શેરૂસીગ અને ગોમા મારવાડીની ધરપકડ કરી છે. ગેંગમાં ગોમા અને અતુલ મોટર સાયકલ પર બેસીને બંધ મકાનની રેકી કરતા ત્યાર બાદ ગેંગ રાતનાં સમયમાં ઘરે જઈ ચોરીને અંજામ આપતી હતી.

You might also like