વડોદરામાં પીકઅપ જીપનાં ચોરખાનામાં છુપાવેલો દારૂ ઝડપાયો, આરોપી ફરાર

વડોદરાઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવે છે. વડોદરામાં બુટલેગર વિજય પ્રભાકર ખાસ ડીઝાઈન કરાવેલી જીપમાં દારૂની હેરાફેરી કરતો હતો. ત્યારે હવે પોલીસે વિજય પ્રભાકરની ખાસ ડીઝાઈન કરાવેલી જીપને ઝડપી પાડી છે.

પીકઅપ જીપમાં બુટલેગર દ્વારા ચેસીઝમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જેની જાણ થતાં જ પોલીસે આજવા રોડ પરનાં અનંત સમૃદ્ધિ કોમ્પલેક્ષમાંથી જીપને ઝડપી પાડી છે. જીપમાંથી પોલીસે 438 પેટીઓ વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. જીપ પકડાતા આરોપી વિજય પ્રભાત ઠાકરડા ફરાર થયો હતો. ત્યારે હવે પોલીસે દારૂનાં આ જથ્થાને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

તમને વધુમાં જણાવી દઇએ કે, એક તરફ ગાંધીનાં આ ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં કેટલાંક લોકો દ્વારા ખુલ્લેઆમ દારૂની હેરફેર કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનું સંસ્કારી નગરી ગણાતું એવાં વડોદરામાંથી 438 પેટી દારૂ ઝડપાતાં અનેક તર્ક વિતર્કો ઉભા થયાં છે. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આખરે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોનાં કહેવાંથી લાવવામાં આવવામાં આવ્યો તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

You might also like