વડોદરામાં પાણીની ભીખ માંગતા એક સ્થાનિકે અધિકારીનાં પગ પકડ્યાં

વડોદરાઃ પાણીની સમસ્યા હલ કરાવવા અરજદારે અધિકારીનાં પગ પકડ્યાં હતાં. અરજદારે વડોદરા મહાનગરપાલીકાનાં અધિકારીનાં અલ્પેશ મજમુદારનાં પગ પકડીને રજૂઆત કરી હતી. પાણી માટે અધિકારીનાં પગે પડતા સ્થાનિકનો વીડિયો વાયરલ થયો હતો. વડોદરા પશ્ચિમ ઝોન વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાણી ન મળતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી.

મહત્વનું છે કે વડોદરા શહેરનાં મુજ મહુડા વિસ્તારમાં આવેલ હનુમાનનગરમાં છેલ્લાં 4 મહિનાથી પીવાનું પાણી આવતું નથી. સ્થાનિકો દ્વારા અનેક વાર સ્થાનિક કાઉન્સિલર્સ અને વોર્ડ ઓફિસમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કાઉન્સિલર્સ અને વોર્ડ કચેરી દ્વારા અલગ અલગ બહાના બતાવીને ત્યાંનાં સ્થાનિકોને રવાના કરી દેવામાં આવતાં.

મહત્વનું છે કે ચોમાસામાં પણ સ્થાનિકોને પીવાનું પાણી ન મળતાં લોકોમાં VMC સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મહિલાઓ અને પુરૂષોએ વોર્ડ નંબર-6ની ઓફિસે માટલા લઇને પહોંચી ગયાં હતાં. પરંતુ ઓફિસમાં કોઇ ન હોવાંથી સ્થાનિકો પશ્ચિમ ઝોનનાં ડે. મ્યુનિસિપલ કમિશ્નર અલ્પેશ મજમુદારની ઓફિસમાં ધસી ગયાં હતાં. ત્યાં એક યુવકે પાણી માટે અધિકારીનાં પગ પડતા તે સ્થાનિકનો વીડિયો પણ વાયરલ થયો હતો.

You might also like