વડોદરામાં ભાજપનાં એક પદાધિકારીએ વાટ્યો ભાંગરો, પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને આપી દીધી શ્રદ્ધાંજલિ

વડોદરાઃ નેતાઓને પ્રસિદ્ધિની એટલી ઉતાવળ હોય છે કે તેઓ ક્યારેક ઘણી વાર ભાંગરો વાટી દેતાં હોય છે. ત્યારે આવો જ ભાંગરો વાટયો છે વડોદરા જિલ્લા ભાજપનાં મહિલા મોરચાનાં મંત્રી ટીના ત્રિવેદીએ. ટીના ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી દીધી છે.

પરંતુ અટલ બિહારી વાજપેયી હાલ એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં છે અને તેમની તબિયત પણ સુધારા પર છે અને આવતી કાલે તેમને એઈમ્સમાંથી રજા પણ આપવામાં આવી શકે છે.

મહત્વનું છે કે શહેરનાં ભાજપનાં એક પદાધિકારીએ ભાંગરો વાટ્યો છે. તેઓએ પ્રસિદ્ધી માટે એકાએક ઉતાવળા બની ગયાં હતાં. ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં મંત્રી પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી ચૂક્યાં છે. તેઓએ સોશિયલ મીડિયામાં વાજપેયીને શ્રદ્ધાંજલી આપતી એક પોસ્ટ શેર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે તેઓને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે ત્યારે અટલ બિહારી વાજપેયીને લઇને મેડિકલ બુલેટિન પણ જારી કરી દેવામાં આવેલ છે. જેમાં વાજપેયીનાં તમામ રિપોર્ટ સામાન્ય આવ્યાં છે.

વાજપેયીની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે એવું તેમને મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે. તેમજ મહત્વની બાબત એ છે કે તેમની તબિયત પણ સુધારા પર છે અને આવતી કાલે તેમને એઈમ્સમાંથી રજા પણ આપવામાં આવી શકે છે.

You might also like