VIDEO: વડોદરામાં આંગણવાડી બની અસામાજિક તત્વોનો અડ્ડો

વડોદરાઃ શહેરમાં હવે દિવસે ને દિવસે અસામાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. ત્યારે અસામાજીક તત્વોએ આંગણવાડીને પો તાનો અડ્ડો બનાવ્યો છે. શહેરનાં આજવા રોડ પર આવેલી કિશનવાડી આગંણવાડીમાં અસામાજીક ત ત્વોએ અડ્ડો બનાવ્યો છે.

કેટલાંક અસામાજીક તત્વો દરવાજો તોડીને આંગણવાડીમાં પ્રવેશ કરે છે અને આંગણવાડીમાં દારૂની મહેફિલ માણે છે. આ ઉપરાંત આંગણવાડીમાં જુગાર પણ રમે છે. ત્યારે હવે આંગણવાડીમાંથી દેશી દારૂની થેલીઓ અને વિદેશી દારૂની બોટલો મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસે ને દિવસે વધુ ને વધુ અસામાજીક તત્વોનાં અત્યાચારો વધતા જાય છે ત્યારે તેવામાં જ ફરી વડોદરા શહેરની જ એક ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક અસામાજીક તત્વોએ આજવા રોડની આંગણવાડીને જાણે તેઓ પોતાનો દારૂનો અડ્ડો સમજીને બેસી ગયા હોય તેમ ત્યાં તેઓ દારૂની મહેફિલ માણી રહ્યાં છે.

ત્યારે હવે એ પ્રશ્ન ઊભો થાય છે કે જો ખુલ્લેઆમ આવાં અસામાજીક તત્વો પોતાની દાદાગીરી કરી રહ્યાં હોય તો તેવામાં પોલીસ શું ઊંઘી રહી છે. શું પોલીસ હવે આ મામલે કોઇ પગલાં લેશે કે નહીં.

You might also like