મહેફિલકાંડઃ પિતા-પુત્ર ચાર દિવસના રિમાન્ડ પર

અમદાવાદ: વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસે અખંડ ફાર્મ હાઉસમાંથી પોલીસે ઝડપેલા મહેફિલકાંડ મામલે ઉદ્યોગપતિ પિતા-પુત્રની વડોદરા તાલુકા પોલીસે ધરપકડ કર્યા બાદ રાત્રે જજના ઘરે રજૂ કરી રિમાન્ડની માગ કરતાં જજે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ આ મહેફિલકાંડ અંગે તેમજ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરશે.

મળતી માહિતી મુજબ વડોદરા તાલુકા પોલીસે અખંડ ફાર્મ હાઉસમાં યોજાયેલ મહેફિલકાંડ મામલે ઉદ્યોગપતિ જિતેન્દ્ર શાહ અને તેના પુત્ર અલય શાહ સામે મહેફિલ યોજવાનો અને દારૂ રાખવાનો ગુનો નોંંધ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી ગત રાત્રે જજના ઘરે રજૂ કર્યા હતા. પોલીસે રિમાન્ડની માગ કરતાં ૪ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા બંનેની આજે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેટલા સમય પહેલાં મંગાવ્યો હતો વગેરે અંગે પૂછપરછ કરાશે.
http://sambhaavnews.com/

You might also like