વડોદરાઃ ફાયર વિભાગમાં સ્ટાફનો અભાવ, RTIમાં થયો ખુલાસો

વડોદરાઃ શહેરનાં વિકાસની હરણફાળનાં કારણે શહેરની વસ્તી 20 લાખ પાર પહોંચી છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં જીએસએફસી, ગુજરાત રિફાયનરી અને અન્ય પેટ્રોલિયમ એકમો આવેલાં છે ત્યારે અહીં ફાયરની સર્વિસ ખુબ જ અગત્યની બની જાય છે.

જો કે વડોદરા મહાનગરપાલિકાનાં ફાયર બ્રિગેડની હાલત ભારે કથળી ગયેલી જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાનાં ફાયર બ્રિગેડ વિભાગમાં કુલ 466 જગ્યાઓ સામે હાલ માત્ર 253 જગ્યાઓ જ ભરાયેલી છે અને 213 જગ્યાઓ ખાલી છે.

મહત્વનું છે કે આ સ્ટાફની ભરતી કરવામાં જ આવતી નથી. જેનાં કારણે ઇમરજન્સી સર્વિસમાં સ્ટાફની અનેક મુશ્કેલીઓ સર્જાય છે. હકીકતમાં વડોદરા મહાનગરપાલિકા પાસે 120 વાહનો છે પણ તેને ચલાવવા માટે ડ્રાઇવરો માત્ર 30 જ છે. જેથી કેટલાંય વાહનો તો ડ્રાઇવરનાં અભાવે પડી રહ્યાં છે.

મહાનગરપાલિકાએ ફાયર સ્ટેશનોની સંખ્યા વધારીને 7 કરી દેવામાં આવી છે. જો કે તેની સાથે સ્ટાફની ભરતી કરવામાં આવી નથી. જો કે મહાનગરપાલિકાનાં સત્તાધીશો કહે છે કે જેમ માંગણી આવશે તેમ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જો કે સ્થિતિ એવી છે કે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં જ આવતી નથી.

ચાર ચાર વર્ષથી મહાનગરપાલિકાએ ફાયર સ્ટેશનોમાં અને ફાયરનાં વાહનોની ખરીદીમાં ભારે રસ દાખવ્યો છે. જો કે તેની સામે સ્ટાફની ભર તી કરવામાં એટલી જ ઉદાસીનતા દાખવવામાં આવી છે. જેનાં કારણે આજે કેટલીય ગાડીઓ ડ્રાઇવરો વગર પડી રહી છે એ એક કડવી વાસ્તવિકતા છે.

You might also like