વડોદરામાં હિટ એન્ડ રન માતા સામે માસૂમ પૂત્રનું મોત

વડોદરા: શહેરના કલાલી બ્રિજ પાસે બીઆરડી સર્કલ પર શુક્વારે મોડી સાંજે જલેબી, પાણીપુરી ખાવા માટે ઉભેલા શ્રમજીવી પરિવારના માતા-પુત્ર સહિત છ વ્યકિતઓને એક કાર ચાલક અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો.હિટ એન્ડ રનની આ ઘટનામાં માતાની નજર સામે પુત્રનું કરૃણ મોત નીપજયું હતું. જયારે પાંચ વ્યકિતઓ ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફરાર કાર ચાલકની પોલીસ શોધ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાયણ પર્વમાં અમદાવાદ સરખેજ રોડ ઉપર ફૂટપાથ ઉપર રહેતું શ્રમજીવી પરિવાર ગેસના ફુગ્ગા વેચવા માટે વડોદરા આવ્યું હતું. પપ્પુભાઇ જલીયા (ઉ.વ.૩૫) તેમની પત્ની જસુબહેન જલીયાએ (ઉ.વ.૩૦) કલાલી ફાટક નજીક બીઆરજી સર્કલ પાસે ફુગ્ગા વેચવા માટે લારી ઉભી રાખી હતી. તેમની સાથે તેમનો ૫ વર્ષનો પુત્ર સુનીલ પણ હતો.

શુક્રવારે સાંજે ૬ વાગ્યાના સુમારે પપ્પુભાઇ જલીયા લારી ઉભા રહીને બલુન વેચતા હતા. જયારે તેમની પત્ની જલીયા પુત્ર સુનીલને લઇ સામેના રોડ ઉપર જલેબીની લારી ઉપર જલેબી ખાવા માટે આવ્યા હતા. માતા-પુત્ર જલેબી હાથમાં લઇને ખાઇ રહયા હતા. તે જ સમયે કલાલી બ્રિજ પરથી સફેદ કલરની આઇ-૨૦ કાર પુરપાટ લઇને આવી રહેલા ચાલકે જલેબી ખાઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા. તે સાથે જલેબીની લારીની આગળ ઉભી રહેલી પાણીપુરીની લારીને અડફેેટે લેતા અન્ય ચાર લોકોને ઇજાઓ થઇ હતી. દરમિયાન કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

શુક્રવારે સાંજે ૬ વાગ્યાના સુમારે પપ્પુભાઇ જલીયા લારી ઉભા રહીને બલુન વેચતા હતા. જયારે તેમની પત્ની જસુબહેન જલીયા પુત્ર સુનીલને લઇ સામેના રોડ ઉપર જલેબીની લારી ઉપર જલેબી ખાવા માટે આવ્યા હતા. માતા-પુત્ર જલેબી હાથમાં લઇ ખાઇ રહયા હતા તે જ સમયે કલાકી બ્રિજ પરથી સફેદ કલરની આઇ-૨૦ કાર પુરપાટ લઇને આવી રહેલા ચાલકે જલેબી ખાઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા. તે સાથે જલેબીની લારીની આગળ ઉભી રહેલી પાણીપુરીની લારીને અડફેટે લેતા અન્ય ચાર લોકોને ઇજાઓ થઇ હતી.

દરમિયાન કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. કારની અડફેટમાં જલેબી ખાવા માટે ઉભેલા ૫ વર્ષના સુનીલનું સ્થળ પર મોત નીપજયું હતું. જયારે તેની માતા જસુબહેન જલીયા, પાણીપુરીની લારી ચલાવતા કિશોરભાઇ શિવનાથ રામી (ઉ.વ.૪૦), રાજકુમાર શર્મા સહિત પાંચ લોકોને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં જસુબેન જલીયાને હાથ અને પગમાં ફ્રેકચર થયું છે. સ્થાનિક દિપેશભાઇએ ઘટના અંગે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે ૬ વાગ્યાના સુમારે ચાઇનીઝ ફૂડની લારી ઉપર હું નાસ્તો કરવા માટે આવ્યો હતો.

You might also like