VIDEO: વડોદરાનું NRI કપલ ન્યુઝિલેન્ડનાં દરિયામાં ડૂબતાં યુવાનનું મોત

વડોદરાઃ શહેરનાં એક યુવાનનું ન્યુઝિલેન્ડનાં દરિયામાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. વાયમરા બીચમાં ડૂબતા યુવાન હેમિન લિંબાચીયાનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં તેમની પત્નીનો આબાદ બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરાનો એક યુવાન પોતાની પત્ની સાથે ન્યુઝિલેન્ડનાં બીચ પર ફરવા ગયો હતો, ત્યાં દરિયામાં ન્હાવાની મોજ-મસ્તી સમયે અચાનક જ દરિયાનું મોજું ફરી વળતાં તે યુવાનને મોત ભરખી ગયું.

ઉલ્લેખનીય છે કે નવયુગલ દંપતી લગ્ન બાદ ન્યુઝિલેન્ડનાં પ્રવાસે ગયા હતાં. 4 ડિસેમ્બરે લગ્ન કરી ન્યુઝીલેન્ડ પતિ-પત્ની વાયમરા બીચ પર ફરવા ગયાં હતાં. હજુ તો લગ્ન જીવનની શરૂઆતનો તેઓ ભરપૂર આનંદ લઈ રહ્યાં હતાં. જો કે અચાનક જ નવ પરણિત યુવાનનાં મોતનાં સમાચાર આવતા જ વડોદરામાં રહેતા લિંબાચીયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

You might also like