વડોદરામાં દૂધની પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓને ત્યાં દરોડા, ચીજવસ્તુઓનાં લેવાયાં સેમ્પલ

વડોદરાઃ શહેરમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. દૂધની બનાવટની પ્રોડક્ટ વહેંચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગે દરોડા હાથ ધર્યા છે. આરોગ્ય વિભાગે પનીર ચીઝનાં નમૂના પણ લીધાં છે. રાવપુરા અને ખંડેરાવ માર્કેટ વિસ્તારની દુકાનોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. દરોડાને લઈને અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

મહત્વનું છે કે વડોદરા મહાનગરમાં ભેળસેળવાળા પનીરનું વેચાણ થતું હોવાની વડોદરા મહાનગરપાલિકાનાં કોર્પોરેટરો દ્વારા વારંવાર સભામાં રજૂઆત કરવામાં આવતી હતી. જેનાં પગલે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આ એજ વડોદરાનાં ખંડેરાવ માર્કેટ, રાવપુરા અને જેતલપુર રોડ પર આવેલી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં.

દરોડા પાડતી વેળાએ દુકાનોમાંથી ચીઝ અને પનીરનાં નમૂનાઓ પણ લેવામાં આવ્યાં હતાં અને આ સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. પાણીપુરી બાદ હવે આરોગ્ય વિભાગે દૂધની બનાવટો પર તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે કે જેને કારણે દૂધની બનાવટોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

You might also like