વડોદરા ખાતે ફરસાણ-મીઠાઇની દુકાનો પર દરોડા, વેપારીઓમાં ફફડાટ

વડોદરાઃ નવરાત્રી અને દશેરાનાં તહેવારોને પગલે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની વિવિધ પાંચ ટીમોએ શહેરનાં ગોત્રી, આજવા રોડ, અલ્કાપુરી, સયાજીગંજ, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ ફેકટરીઓમાં દરોડા પાડ્યાં છે.

મહત્વની બાબત છે કે સામાન્યપણે તહેવારોમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતાં હોય છે. ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે શહેરની જાણીતી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડીને મીઠાઈ, ફરસાણનાં નમૂના લઈને લેબોરેટરીમાં તેને તપાસ અર્થે મોકલ્યાં છે. લોકોને અખાદ્ય મીઠાઈ ન પધરાવી દેવામાં આવે તે માટે આરોગ્ય વિભાગ જાગૃત બન્યું છે. ત્યારે જરૂરી છે કે જેનાં કારણે વેપારીઓમાં ફફડાટનો માહોલ ફેલાઇ ગયો છે.

You might also like