ફિલ્મ ‘લવરાત્રી’ને લઇ એક્ટર આયુષ શર્માનો વડોદરામાં ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવેલા એક્ટર આયુષ્ય શર્માનો વિરોધ કરવામાં આવ્યો. નવરાત્રી પરથી “લવરાત્રી” ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં હિંદુ સમાજની લાગણી દુભાઈ હોવાનાં આક્ષેપ સાથે ફીલ્મનાં પ્રમોશનનો વિરોધ કરવામાં આવ્યો. ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા એક્ટર આયુષ્ય શર્માનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો. લવરાત્રી ફિલ્મમાં આયુષ્ય શર્મા લીડ રોલમાં છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં ગરબા અને નવરાત્રીનાં બેક ગ્રાઉન્ડમાં અભિનેતા સલમાનખાન નિર્મિત ‘લવ રાત્રી’ ફિલ્મનાં પ્રમોશન માટે વડોદરા ખાતે આવેલા સલમાનખાનનાં બનેવી આયુષ શર્મા સહિત ફિલ્મનાં કલાકારોનો શિવસેના, કરણી સેના તેમજ હિંદુ યુવા સંગઠન સહિતનાં હિંદુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાનાં એરપોર્ટ ખાતે કાળા વાવટાઓ બતાવીને વિરોધ કરીને ‘લવ રાત્રી’ ફિલ્મને લઇ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ફિલ્મ સ્ટાર આયુષ શર્મા અને અભિનેત્રી વરીના હુસેન મોડી સાંજે વડોદરા એરપોર્ટ આવી પહોચ્યાં હતાં. ત્યાર બાદ તેઓએ ટુ વ્હિલર પર સવારી કરીને વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે જવાનાં હતાં. પરંતુ તેઓનો એરપોર્ટ પર જ કાળા વાવટાં ફરકાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે આ ઉપરાંત આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મનાં પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી એરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ દરમિયાન તેમની સાથે રસ્તા પર હજારો ફેન્સ પણ હતાં.

આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ.

આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એક્શનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને ૧૦૦-૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો.

You might also like