VIDEO: વડોદરામાં 14 લાખની ચલણી નોટો સાથે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

વડોદરાઃ પોલીસે 14 લાખની ચલણી નોટો ઝડપી પાડી હોવાંની એક ઘટના સામે આવી છે. શહેરનાં વરાણામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રૂપિયા 14 લાખ રોકડ રકમ કબ્જે કરી લીધી છે. પોલીસે રૂપિયા 10, 20, 50 અને 100નાં દરની નોટો કબ્જે કરી છે. જેમાં પોલીસે 14 લાખની નોટો સાથે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે.

અસલી ચલણી નોટોનાં બદલે નકલી નોટો બદલી આપવાનું રેકેટ ચાલતું હોય તેવી આશંકા પોલીસને સેવાઇ રહી છે. તેમજ આ રેકેટ મધ્યપ્રદેશ અને ગુજરાતની વચ્ચે સક્રીય હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે રૂ.14 લાખ સાથે ઝડપાયેલા શખ્સની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે તેમજ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ચલણી નોટો બાબતે કાર ચાલક સુભાષસિંહ ઉર્ફે બંટી સંતોષસિંહ રાજપૂતને પૂછવામાં આવતા તેને યોગ્ય રીતે જવાબ ના આપતાં પોલીસે મૂળ ઝારખંડનાં અને મધ્યપ્રદેશનાં ઠીકરીમાં રહેતા એવા કાર ચાલક સુભાષસિંહની ધરપકડ કરી હતી અને 14 લાખની ચલણી નોટો જપ્ત કરી લીધી હતી. તેમજ પોલીસે આટલી મોટી રકમ ક્યાં પહોંચાડવાની છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

You might also like