વડોદરામાં ઝડપાઇ બનાવટી દારૂની મીની ફેકટરી, બે આરોપીઓની ધરપકડ

વડોદરાઃ શહેરમાં બનાવટી દારૂ બનાવવાનો એક નવો જ કીમિયો સામે આવ્યો છે. જેમાં પાણીગેટ પોલીસે કપુરાઈ સ્થિત ઘરમાં રેડ કરતા બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપી છે. પોલીસે બે આરોપીઓ સહિત મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, તેઓ પ્લાસ્ટિક બ્રાન્ડમાંથી દારૂ બનાવતા હતાં. આ દારૂ બનાવવામાં ખાસ લવિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ અગાઉ સુરતમાં પણ પોલીસે 93 નંગ કોટર દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યારે નવાઈની વાત તો એ છે કે પોલીસનાં હાથે ઝડપાયેલાં આ શખ્સે દારૂની બોટલની હેરાફેરી માટે એક નવો કીમીયો અપનાવ્યો હતો. પકડાયેલાં આ આરોપીએ પેન્ટની અંદર પગની સાથે દારૂની બોટલો બાંધી હતી.જો કે બાદમાં વરાછા પોલીસે આરોપીને રેલ્વે ગરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો.

ગુજરાતમાં દારૂનો વેપલો પૂરજોરમાં ચાલી રહ્યો છે તેની સાબિતી તો અવાર-નવાર સામે આવતી જ રહે છે. જેટલો જથ્થો પોલીસ ઝડપે છે તેનાં કરતાં વધારે દારૂ તો ગુજરાતનાં વિવિધ શહેરો અને ગામોમાં ઘૂસાડવામાં બૂટલેગરો સફળ થતાં હોય છે. તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓ પર પણ જનતા રેડ કરે છે તો પોલીસને કેમ આવી ભઠ્ઠીઓ દેખાતી નથી જેવાં અનેક સવાલો ઉભા થાય છે.

You might also like