VIDEO: વડોદરાનાં ગોઠડા ગામમાં જર્જરિત કંપનીનો સ્લેબ તૂટતાં 2નાં મોત, 1 ઘાયલ

વડોદરાઃ શહેરનાં ગોઠડા ગામમાં કેટલાંય સમયથી બંધ પડી રહેલ કંપનીનો સ્લેબ તુટયો છે. આ કંપનીનો જર્જરીત સ્લેબ તુટ તાં 2 શ્રમજીવીનાં મોત થયાં છે. જ્યારે 1 શ્રમજીવી ગંભીર રીતે ઘાયલ થયેલ છે. જો કે આ ઘટના બાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત શ્રમજીવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે આવી પહોંચી ગઇ હતી. આ સિવાય આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે વડોદરાનાં ગોઠડા ગામમાં કેટલાંક સમયથી એક કંપની બંધ હાલતમાં હતી કે જેનો સ્લેબ એકાએક તૂટી પડતાં ત્યાં 2 શ્રમજીવીનાં મોત નિપજ્યાં હતાં અને 1ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના સમયે ત્યાંનાં સ્થાનિક લોકો પણ ભારે સંખ્યામાં અહીં ઉપસ્થિત થઇ ગયાં હતાં. કે જેઓએ ઘાયલ શ્રમજીવીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં મદદ કરી હતી.

વડોદરાનાં ગોઠડા ગામે બંધ કંપનીનો સ્લેબ તુટ્યો
જર્જરિત સ્લેબ તુટતાં બે શ્રમજીવીનાં મોત
એક શ્રમજીવી ગંભીર રીતે ઘાયલ

You might also like