વડોદરાઃ સ્ટર્લિંગ તેમજ ડાયમંડ ગ્રુપના કૌભાંડની તપાસ અર્થે દિલ્હી CBIનાં ધામા

વડોદરાઃ દિલ્હી CBIનાં અધિકારીઓએ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગ્રુપ ઓફ કંપનીની વધુ તપાસ માટે છેલ્લાં 2 દિવસથી શહેરમાં સતત દરોડા પાડ્યાં છે. સ્ટર્લિંગ અને ડાયમંડ ગ્રુપનાં કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. બેંક અધિકારીઓ અને ડાયરેક્ટરોની પણ માહિતી લેવામાં આવી છે. 5383 કરોડની ઠગાઈ કરનાર 4 લોકો સામે CBIએ 2 ગુના નોંધ્યાં છે.

જ્યારે ડાયમંડ ગ્રુપ સામે 2654 કરોડની ઠગાઈનો ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, ડાયમંડ ગ્રુપનાં અમિત ભટનાગર અને સુમિત ભટનાગર હાલમાં જેલમાં બંધ છે. ભટનાગર બંધુઓએ ખોટું વેલ્યુએશન બતાવીને બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતાં. બંને કેસમાં કેટલાક બેંક અધિકારીઓની ભૂમિકા પણ સામે આવી હતી.

મહત્વનું છે કે વડોદરાની સ્ટર્લિંગ ગ્રુપની સામે રૂ.૫૩૮૩ કરોડની બેંક લોન કૌભાંડનાં હવાલા કૌભાંડ અને ડાયમંડ પાવર ગ્રુપનાં સંચાલકો દ્વારા વિવિધ કંપનીઓ ઉભી કરીને રૂ.૨૬૦૦ કરોડનાં બેંક લોન કૌભાંડ અંગે સીબીઆઈમાં ફરિયાદ થઈ હતી. ડાયમંડ પાવરનાં અમિત અને સુમિત ભટ નાગરે વિવિધ કંપનીઓ ઉભી કરી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી રૂ.૫૦૦૦ કરોડની લોન મેળવી તે લોન ભરપાઈ કરી નહીં.

તેમણે કંપનીનાં શેરો ગીરવે મુક્યાં હતાં. માત્ર એટલું જ નહીં બોગસ દસ્તાવેજી પુરાવા અને ઓછી કિંમતની મિલકતોનું વધુ વેલ્યુએશન કરાવીને પણ લોન મેળવી હતી. રૂ.૨૬૦૦ કરોડનાં લોન કૌભાંડ અંગે સી.બી.આઈ.માં ભટનાગર બંધુઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં CBIનાં ગુજરાતમાં ફરજ બજાવનાર અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જમા કરેલા પુરાવા અને તેઓની અન્ય કંપનીઓની માહિતીની ચકાસણી દિલ્હી CBI અધિકારીઓની ટીમે કરી હતી.

You might also like