કોંગ્રેસની લોકસભાની ચૂંટણીલક્ષી જંગ માટેની કવાયત, વડોદરામાં 2 દિવસીય શિબિરનું આયોજન

વડોદરા: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હવે કોંગ્રેસે કવાયત તેજ હાથ ધરી છે. વડોદરા ખાતે 2 દિવસ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે આ શિબિરમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહેશે તેમજ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપશે.

આ મુદ્દે ગુજરાત સહપ્રભારી બિશ્વરંજન મોહંતીએ પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, 2019માં કોંગ્રેસને સૌથી વધુ જનમત મળશે. લોકસભાની ચૂંટણી હવે નજીકમાં જ આવીને ઉભી છે ત્યારે દરેક પક્ષે પોતાનાં ઉમેદવાર અંગે ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. આ સાથે જ પોતાનાં પક્ષ કેવી રીતે વધુને વધુ મત મેળવે તે માટે પણ આગોતરા આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી માટે ખાસ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હવે આગામી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં પોતાનો પક્ષ જીત અને સત્તા હાંસલ કરે તે માટે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો દ્વારા મરણિયા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા તો ચૂંટણીલક્ષી આગોતરૂ જ આયોજન કરીને બેઠકનાં દોર પણ શરૂ કરી દેવાયાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago