FRCની ઢીલી નીતિ, વડોદરા પેરેન્ટ્સ એસોશિએશન દ્વારા મુકાયા ગંભીર આક્ષેપ

વડોદરાઃ રાજ્ય સરકારે ફી નિર્ધારણ માટેનો કાયદો તો બનાવ્યો પરંતુ તેનાં અમલીકરણમાં નિષ્ફળતા જોવાં મળી રહી છે. કેમ કે વડોદરાનાં ખાનગી શાળાનાં સંચાલકો ખુલ્લેઆમ બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે. FRCએ મોટાભાગની શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરી દીધી છે.

જો કે વડોદરાની 50 જેટલી શાળાના સંચાલકોએ હજુ પણ દરખાસ્ત રજૂ કરી નથી અને સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. આ શાળા સંચાલકો પોતાને મન ફાવે તેવી ફી ઉઘરાવી રહ્યા છે અને વાલીઓ પાસેથી બીજા અને ત્રીજા ક્વાર્ટરની ફી માગીને દબાણ કરી રહ્યા છે.

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું FRC પર નિવેદન:
જેને લઇને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા FRC પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. જેમાં પેરેન્ટ્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે, FRC શાળા સંચાલકો સાથે વહાલા દવાલાની નીતિ અપનાવી રહી છે. કેટલાક શાળા સંચાલકોને ફી માટે છૂટ્ટો દોર આપવામાં આવ્યો છે. વડોદરા ઝોનની 112 શાળાઓને પ્રપોઝલના ઓર્ડર પણ આપી દેવાયા છે. પરંતુ 70 શાળાઓએ સુપ્રીમ કોર્ટની આડમાં પ્રપોઝલ કરી નથી.

બીજી તરફ, 50 જેટલી શાળાઓ દ્વારા બીજુ અને ત્રીજુ ઈન્સ્ટોલમેન્ટ પણ ઊઘરાવવામાં આવી રહ્યું છે. FRCની ઢીલી નીતિનો લાભ શાળા સંચાલકો ઉઠાવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, FRC વડોદરાની 50 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરે એવી માગ પણ ઉઠી છે.

You might also like