વડોદરાની MS યુનિ. ફરી વિવાદમાં, ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનનાં ભોજનમાં નીકળી ઇયળ

વડોદરાઃ એમ.એસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનનાં ભોજનમાંથી ઈયળ નિકળતા ફરી વાર યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીની એસ.ડી કોલેજની કેન્ટીનનાં ભોજનમાંથી ઈયળ નિકળી હતી. ભોજનમાંથી ઈયળ નિકળતાં જ વિદ્યાર્થિનીઓએ હંગામો મચાવી દીધો હતો.

જો કે ત્યાર બાદ વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયામાં ઈયળનાં ફોટા અને વીડિયો પણ અપલોડ કર્યાં હતાં. મહત્વનું છે કે એક વિદ્યાર્થીનીએ ઈયળવાળો ફોટો ફેસબુક પર વાઇરલ કરતા સત્તાધિશોની પોલ પણ ખુલી ગઇ હતી અને કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ, હલ્કી કક્ષાનાં ભોજન અપાતાનો વિદ્યાર્થિનીઓએ આરોપ પણ લગાવ્યો છે.

You might also like