VIDEO: વડોદરામાં રસ્તા પર મળી આવી દારૂની પેટી, દારૂબંધીનાં કાયદાનાં ઉડ્યાં લીરેલીરા

વડોદરાઃ રાજ્યમાં કથિત લઠ્ઠાકાંડને હજુ માંડ માંડ થોડાંક દિવસો વીત્યાં છે ત્યારે ફરી વડોદરામાં ખુલ્લેઆમ દારૂ જોવા મળ્યો હતો. શહેરનાં ન્યૂ VIP રોડ પર દારૂની પેટી જોવાં મળી હતી. મળતી માહિતી મુજબ કેટલાંક અજાણ્યાં કાર ચાલકે રસ્તામાં ચાલુ કારમાંથી દારૂની પેટીને ફેંકીને તે ફરાર થઇ ગયો હતો.

જો કે આ દારૂની પેટીને જોવાં માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં હતાં. આ સાથે જ આ વિદેશી દારૂની પેટી કોણે અને કેમ રોડ પર ફેંકી તે પણ લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો. મહત્વનું છે કે આ ઘટનાએ ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીનાં કાયદાનાં લીરેલીરાં ઉડ્યાં છે. જો કે આ બોટલ ક્યાંથી આવી અને કોણે મૂકી તે અંગે કેટલાંક સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે.

You might also like