વડોદરામાં બાપ્પાની મૂર્તિનો અનોખો સંદેશ, ખેડૂતોની વ્યથા વ્યક્ત કરતા ગણેશ

વડોદરાઃ ગણેશ ચતુર્થીને લઈ વડોદરા શહેરમાં દર વર્ષે અલગ-અલગ સંદેશા અને થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે એકદંત યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશ ખેડૂતની રક્ષા કરતા હોય તેવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

ભગવાન ગણેશજીનાં દસ દિવસનાં ઉત્સવમાં લોકો ગણેશ મૂર્તિમાં અલગ-અલગ સંદેશા પાઠવવાની થીમ સાથે બનાવતા હોય છે ત્યારે વડોદરા ખાતે આવેલા વાઘોડિયા રોડ પરનાં એકદંત યુવક મંડળ જે મંડળમાં ખાસ કરીને વધુમાં વધુ યુવકો ખેડૂત છે તે મંડળ દ્વારા ભગવાન ગણપતિ આત્મહત્યા કરતા ખેડૂતની રક્ષા કરતી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

હાલમાં જ્યારે ભારતમાં ખેડૂતોનાં આત્મહત્યા કરતા કિસ્સાઓ વધ્યાં છે ત્યારે આ ખેડૂતની રક્ષા કરતા ગણેશજીની આ પ્રતિમાની સ્થાપના કરી આયોજકોએ એક સામાજીક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે.

You might also like