વડોદરાનાં ડે. મેયરની પ્રથમ ગ્રાસે મક્ષિકા, લેક્ચરર પાસેથી નાણાં લીધાં હોવાનો Audio વાયરલ….

વડોદરાઃ કોંગ્રેસનાં પ્રવક્તા શૈલેષભાઈ અમીનની બાઈકમાં રાત્રી દરમ્યાન કોઈકે એક કવર મુકયું હતું. આ કવરમાં એક સીડી અને એક લેટર હતો જ્યારે થોડાંક દિવસ બાદ એ સીડી સાંભળી ત્યારે એક ગંભીર બાબત સામે આવી. સીડીની અંદર રહેલાં આ ઓડીયોમાં ટેલીફોનીક વાતચીતનાં રેકોર્ડીંગ હતાં. જેમાં વડોદરાનાં ડેપ્યુટી મેયર તરીકે વરણી પામેલા જીવરાજ ચૌહાણ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા ફોન પણ ટેપ હતાં.

આ કથિત કોલ રેકોર્ડીગમાં જીવરાજ ચૌહાણે હંગામી પ્રોફેસરોને નાણાં લઈને કાયમી કરવાની લાલચ આપી હોવાનું જણાઈ રહ્યું છે. જો કે લાંબા સમય સુધી પ્રધ્યાપકોને કાયમી ન કરતા અંતે આ ઓડીયો વાયરલ કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે. આ ઓડીયોમાં તત્કાલીન શિક્ષણમંત્રી રમણલાલ વોરા સાથેનો પણ કથિત ઓડીયો છે. જો કે આ સમગ્ર મામલે વીટીવી વાયરલ ઓડીયોની પુષ્ટિ કરતું નથી.

પ્રોફેસરનાં મામા : હલો..રમણભાઈ બોલો છો.
રમણલાલ વોરા : હા બોલું છું.. હું.. બોલું છું.
પ્રોફેસરનાં મામા : હું……. બોલું છું. એમએસ યુનિવર્સિટીનો પ્રોફેસર.
રમણલાલ વોરા : હા બોલો.
પ્રોફેસરનાં મામા : મારી ભાણીને તે લોકો હંગામી હતાં અને તેને કાયમી કરવા માટે જીવરાજ ભાઈ જોડે વાત થઈ હતી ને, ડાકોરમાં મિટીંગ કરી હતી આપણે.
રમણલાલ વોરા : હા
પ્રોફેસરનાં મામા : એ પ્રમાણેનો કેસ હતો પણ મેં જીવરાજભાઈને ફોન કર્યો પણ તે ફોન ઉંચકતા નથી ને આ બધામાં બહુ ટાઈમ થઈ ગયો તો હવે કયારે થશે.
રમણલાલ વોરા : એ કેવાં પ્રાધ્યાપકો હતાં તમે કેવું કહ્યું?
પ્રોફેસરનાં મામા : ટેમ્પરરી હતાં એને કાયમી કરવા માટેની.
રમણલાલ વોરા : પાર્ટ ટાઈમ લેક્ચરર હાઈકોર્ટમાં ગયાં હતાં અને હાઈકોર્ટે એવી ગાઈડલાઈન આપી કે, સરકાર સાંભળીને નિર્ણય કરે.
પ્રોફેસરનાં મામા : હું
રમણલાલ વોરા : સાભળ્યાં પછી પ્રિન્સિપલ સેક્રેટરીએ એમને સાંભળ્યાં છે. શું નિર્ણય કર્યો એ મને ખબર નથી.
પ્રોફેસરનાં મામા : બરોબર.
રમણલાલ વોરા : પણ ઘણો લાંબો સમય થયો એટલે ઉભું કરેલુ મારૂ જ હતું અને એ મીટીંગમાં મેં તમારૂ કામ નહીં થાય તેવું ઓલરેડી કહી દીધું હતું. તમારી જાણકારી માટે.
પ્રોફેસરનાં મામા : ના હવે ડાકોર જ્યારે મીટીંગ ભરીને સાહેબ.
રમણલાલ વોરા : જે ત્યારે મેં ગુજરાતી ભાષામાં ના પાડી હતી કે તમારૂ આ કામ કરવામાં મને રસ નથી. મેં કહીં દીધું હતું તમને સાંભળવામાં કદાચ તમારી ભુલ થઈ મારી બોલવામાં જરાય ભુલ નથી થઈ. એ દિવસે મેં હાથ અધ્ધર કરી દીધાં હતાં મેં એને ના પાડી દીધી હતી. ના પાડ્યાં પછી જ તે હાઈકોર્ટમાં ગયાં અને હાઈકોર્ટે આવો નિર્ણય આપ્યો છે. આટલું તમારા જાણમાં રહે.
પ્રોફેસરનાં મામા : આ તો સાહેબ તમને તમારા ધ્યાન ખાતર કહીએ છીએ કે, બધું જીવરાજભાઈ થકી જ પૈસા ઉઘરાવ્યાં હતાં.
રમણલાલ વોરા : પણ એ તો તમે એમને મળો ભાઈ, એ દિવસે તો મેં ગુજરાતી ભાષામાં ના પાડી છે ભાઈ.
પ્રોફેસરનાં મામા : પણ અમે તો એને ઘરે જઈને આપી આવ્યાં હતાં. આ તો તમારૂ ધ્યાન દોરીએ સાહેબ.
રમણલાલ વોરા : તમે એને કહીં શકો છો. હું ના નથી પાડતો ભાઈ.
પ્રોફેસરનાં મામા : હમણાં વાત થઈ મારી રમણભાઈ સાથે. હહ. એમણે મને એવું કીધું કે તમે જીવરાજભાઈને મળી લો.
જીવરાજ ચૌહાણ : હા.
પ્રોફેસરનાં મામા : અને હવે ટાઈમ થોડો લાંબો થયો છે એટલે મને કે તમે મળી આવજો. તમને વ્યવસ્થિત જવાબ આપી દેશે. હમણાં સરકારને સાંભળવાનું કીધું હતું. હાઈકોર્ટે.
જીવરાજ ચૌહાણ : હું.
પ્રોફેસરનાં મામા : અને કર્મચારીઓની ફેવરમાં ડિસીઝન આપેલ છે.
જીવરાજ ચૌહાણ : હું
પ્રોફેસરનાં મામા : તમે જીવરાજભાઈને મળશો એટલે તમને બધી બાબત સમજાવી દેશે.
જીવરાજ ચૌહાણ : ઓકે એટલે આવો તમે આજે કયાં છો?
પ્રોફેસરનાં મામા : હું બરોડા જ છું સાહેબ.
જીવરાજ ચૌહાણ : તમને એટલું ધ્યાનમાં ન આવે. તમે ડાયરેકટલી. આ વિષય તમારા ભવિષ્ય માટેનો છે. અમે તો ઉલાળીયો કરી નાખીએ તો શું થાય? પણ તમે આવી રીતે ફોન ન કરાય અને બીજું રૂબરૂ આવવાનું મેં તમને કીધું તો ખરૂં તમે આવીને વાત કરો.
પ્રોફેસરનાં મામા : હા બરોબર સાહેબ આપણે રૂબરૂ મળીએ અને રૂબરૂમાં જ આપણે જે કંઈ હોય તે તમે અમને સમજાવો, અમે તમને સમજાવીએ અને સરકારમાં જે-તે નિર્ણય લેવાયો હોય તે નિર્ણયની જાણ કરો.
જીવરાજ ચૌહાણ : તમે પાર્ટ ટાઈમર છો?
પ્રોફેસરનાં મામા : ના મારી ભાણીનું છે. હું તો રિટાયર્ડ થઈ ગયો છું.

નોંધઃ Vtv આ ઓડીયોની પુષ્ટિ કરતું નથી.

You might also like