આજે ગુજરાતનાં બીજા નંબરના એરપોર્ટનું મોદીએ કર્યુ લોકાર્પણ

વડોદરા: રાજ્યનાં પહેલા ગ્રીન ઇન્ટરનેશનલ એરપોર્ટનું મોદી શનિવારે લોકાર્પણ કર્યું છે. વડોદરા એપોર્ટ અંદરથી અદભુત દેખાય છે. એરપોર્ટનું ઇન્ટીરીયર, વીઆઇપી લોન્જ, સીઆઇપી લોજ, રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લક્ઝુરિયસ છે. એરપોર્ટમાં પ્રવેશ કરતા જ વિદેશના કોઇ એરપોર્ટમાં પહોંચી ગયાની અનુભુતી થાય છે.

વડોદરા એરપોર્ટમાં ખાસ વીઆઇપી લોંજ અને સીઆઇપી લોંજ તૈયાર કરવામાં આવી છે. જે એરપોર્ટમાં આકર્ષણનું કેન્દ્ર છે. તમામ સુવિધાઓથી આ બંન્ને લોંજને સજ્જ કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ અમદાવાદ બાદ રાજ્યનું સૌથી મોટુ એરપોર્ટ બન્યું છે. એરપોર્ટ 18 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં તૈયાર થયું છે. હાલનું ડોમેસ્ટીક એરપોર્ટ 7500 સ્કવેર મીટર એરિયામાં છે. ટર્મીનલ માટે 4519 સ્કવેર મીટર લેન્ડનો ઉપયોગ પેસેન્જર એરિયા માટે થયો છે.

એરપોર્ટમાં વૈશ્વી રેસ્ટોરન્ટ, એરલાઇન્સ લોન્જ, ચાઇલકેર રૂમ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, રેડ ચેનલ, 500 સ્કવેર મીટરનો ગાર્ડન સહિતનાં આકર્ષણો છે. તે ઉપરાંત 4 એસકેલેટર, 5 લિફ્ટ, એરોબ્રિજ સાથે 164.2 મીટરનું સિંગલ સીટ ફેબ્રિકેટેડ ભારતનું સૌથી લાંબુ સ્ટીલની સીટ લગાવાઇ છે. જ્યાં મુસાફરોની બેસવાની વ્યવસ્થા હશે.

You might also like