VIDEO: વડોદરામાં SOGનાં દરોડા, નશાનાં 600 ઇન્જેક્શનો સહિત 2ની ધરપકડ

વડોદરાઃ શહેરનાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં SOGનાં દરોડા હાથ ધરવામાં આવ્યાં હતાં. જે મામલે પોલીસ કમિશ્નરે કોન્ફરન્સ યોજી હતી. જે દરોડા પાડવામાં આવ્યાં તે દરોડામાં નશાનાં 600 ઇન્જેક્શનો મળી આવ્યાં છે. 2 આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે.

જો કે આ બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. તપાસમાં મુંબઇ અને આગ્રાની લિંક સામે આવી છે. આ દરોડાથી ઓલ ઇન્ડીયા લેવલે આ રેકેટ પર ઘણી મોટી અસર પડી છે. ઈન્જેકશનનો આ જથ્થો ઉત્તરપ્રદેશથી લવાતો હતો. જો કે આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને ડ્રગ્સ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે હવે રાજ્યભરમાં ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી જવા માંડી છે ત્યારે વડોદરામાં નશાખોરી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી ગેરકાયદેસર ગુનાખોરી પ્રવૃત્તિ સામે આવી છે.

જેથી શહેરનાં SOGએ સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં દરોડા પાડ્યાં હતાં. જેમાં નશાને લગતાં 600 ઇન્જેક્શનો મળી આવ્યાં હતાં તેમજ 2 આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી હતી અને સમગ્ર મુદ્દામાલ પણ કબ્જે કરી લેવાયો હતો.

You might also like