મેદસ્વિતા ઓછી કરવા માટે હવે તૈયાર થશે વેક્સિન

જે લોકો મેદસ્વી છે તેમના માટે ખુશખબર છે, કારણ કે મેદસ્વિતા ઓછી કરવા માટે એક રસી તૈયાર કરવાની દિશામાં રિસર્ચ થઇ રહ્યું છે. મેદસ્વિતા અને રોગ ફેલાવનારા વાઇરસ વચ્ચે કોઇ કડી હોવાની જાણ સાયન્ટિસ્ટોને થઇ છે. લોકોમાં એડનો વાઇરસ-૩૬ જોવા મળે છે.

આ વાઇરસ મેદસ્વી લોકોમાં ૧પ ટકા વજન વધારવા માટે જવાબદાર છે. શરદી, આંખમાં ઇન્ફેકશન અને પેટમાં બીમારી થાય ત્યારે આ વાઇરસ શરીરમાં આવે છે. આ વાઇરસ શરીરના ફેટ સેલ્સમાં ઉત્તેજના વધારે છે અને એથી એ સેલમાં સોજો આવી જાય છે અને આ સેલ મૃત્યુ પામે છે.

આ સેલને શરીરમાંથી બહાર જતાં આ વાઇરસ રોકે છે અને એથી શરીરમાં એ ફેટ સેલ જમા રહે છે. ૩૦ ટકા મેદસ્વી લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો હતો. શ્વાસ સંબંધિત બીમારી ફેલાવનારા એડનોવાઇરસ માટે રસી તૈયાર કરવામાં આવી છે.

You might also like