વેકેશન દરમિયાન કામ કરતા BLOને ૧૦થી ૧૨ પ્રોત્સાહન રજા મળશે

અમદાવાદ: મતદારયાદી શુદ્ધતા કાર્યક્રમ હેઠળ વેકેશન દરમિયાન શિક્ષક સહિતના કર્મચારીઅોને બુથ લેવલ અોફિસર તરીકે ૧૦ થી ૧૨ પ્રોત્સાહન રજા મળશે. ૧૬ અેપ્રિલથી ૧૫ જૂન સુધીના વેકેશનના સમયગાળા દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઅોને અા લાભ મળશે. રાષ્ટ્રીય મતદારયાદી શુદ્ધતા કાર્યક્રમ હેઠળ અા બુથ લેવલ અોફિસરોને માનદ વાર્ષિક વેતન રૂ. ૫૦૦૦ ઉપરાંત વધારાનું રૂ. ૨૫૦૦નું ખાસ માનદ વેતન ઉચ્ચક ધોરણે ચૂકવવામાં અાવશે.

બીએલઅો તરીકે કાર્યરત શિક્ષકો ૧૬ અેપ્રિલ, ૨૦૧૬થી ૧૫ જૂન, ૨૦૧૬ સુધીના વેકેશનના સમયગાળા દરમિયાન તેમના પૂર્વયોજિત કાર્યક્રમો, સામાજિક જવાબદારીઅો, પ્રસંગો વગેરેના ભાેગે બુથ લેવલ અોફિસર તરીકે ઉત્તમ કામગીરી
બજાવે છે.

તેઅોની અા કામગીરીની પ્રશંસા સ્વરૂપે ૧૦ થી ૧૨ પ્રોત્સાહન રજાઅો અાપવાનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપંચે લીધો છે. હવેથી જ્યારે પણ બુથ લેવલ અોફિસર જાહેર રજાના દિવસે બીએલઅો તરીકે કામગીરી બજાવશે ત્યારે તેમણે જે તે દિવસે જાહેર રજાના દિવસે જે કામગીરી બજાવી હશે તેના સ્પષ્ટ ઉલ્લેખ સાથેનું પ્રમાણપત્ર તેમના ઉપલા અધિકારી દ્વારા તેમને મળી જશે, જેથી બીએલઅો વળતર રજા તુરત જ ભોગવી શકશે.

You might also like