જન્મતારીખ મુજબ ઘરમાં રાખો આ ચીજ,રાતો રાત જોવા મળશે કમાલ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દિશાનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે જોડાયેલો છે. જો તમે તમારા મૂલાંકને ધ્યાનમાં રાખીને તે સંબંધિત દિશામાં વાસ્તુ સાથે જોડાયેલ કોઇને કોઇ ચીજ રાખવી જોઇએ જેનાથી ફાયદો મળી શકે.તેનાથી માત્ર તમારી કિસ્મત જ નહીં પરંતુ ધનલાભ પણ થવાની શક્યતાઓમાં પણ વધારો થાય છે.

ઉજ્જૈનના એક જાણીતા જ્યોતિષાચાર્યોના જણાવ્યાનુસાર દરેક વ્યક્તિએ પોતાની જન્મતારીખ પ્રમાણે પોતાની જન્મતારીખને સિંગલ ડીજીટમાં કાઢવી જોઇએ. એક ઉદાહરણ તરીકે,આપનો મૂલાંક 12 છે તો 1+2=3 અથવા તમારી જન્મ તારીખ 29 હોય તો મૂળાંક 2+9=11 એટલે કે તમારો 1+1=2 થાય છે.

અંક-1
મૂળાંક 1 વાળી વ્યક્તિઓની શુભદિશા પૂર્વ અને સંબંધિત ગ્રહ સૂર્ય છે. આ અંક ધરાવતી વ્યક્તિઓએ પૂર્વ દિશામાં વાંસળી રાખવાથી ઘણો ફાયદો થાય છે.

અંક-2
ઉત્તર-પશ્ચિમ દિશા સાથે સંબંધિત ગ્રહ ચંદ્ર છે. આ મૂળાંક 2 ધરાવતી વ્યક્તિઓએ આ દિશામાં સફેદ રંગનો કોઇ શોપીસ રાખવો જોઇએ.

અંક-3
ગુરૂ સંબંધિત દિશા ઉત્તર-પૂર્વ છે. 3 મૂળાંક વાળા લોકોએ ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ રાખવાથી ફાયદો થાય છે.

અંક-4
દક્ષિણ-પશ્ચિમ દિશાનો સ્વામી રાહુ છે.4 મૂળાંક ધરાવતા લોકોએ આ દિશામાં કાચની વસ્તુ રાખવી જોઇએ.

અંક-5
ઉત્તર દિશાનો સ્વામી બુધ ગ્રહ છે. જેનો મૂળાંક 5 હોય તે લોકોએ પોતાના ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મી અથવા કુબેરજીની મૂર્તી રાખવી જોઇએ.

અંક-6
શુક્રનો સંબંધ દક્ષિણ-પૂર્વ દિશાથી જોડાયેલ છે. જેના 6 મૂળાંક હોય તેમણે આ દિશામાં મોર પંખ રાખવો જોઇએ.

અંક-7
જેનો મૂળાંક-7 હોય તેમણે ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ રાખવો જોઇએ.

અંક-8
જેનો મૂળાંક 8 છે તેમણે પોતાના ઘરની પશ્ચિમ દિશામાં કાળારંગનો ક્રિષ્ટલ રાખવો જોઇએ. આ મૂળાંકનો ગ્રહ શનિ છે.

You might also like