બોલ્ડ સીન મારી જોબનો ભાગઃ વાણી

વાણી કપૂરે ૨૦૧૩માં સુશાંતસિંહ રાજપૂત અને પરિણી‌િત ચોપરા સાથે ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ આપવામાં આવ્યો. ત્યાર બાદ તેણે દક્ષિણ ભારતમાં કરિયર બનાવી.

૨૦૧૬માં તેણે રણવીરસિંહ સાથે ‘બેફિક્રે’માં એક બોલ્ડ પાત્ર ભજવ્યું, પરંતુ ફિલ્મને દર્શકોએ નકારી દીધી. યશરાજ સાથે તે ત્રીજી ફિલ્મ ‘અગ્નિપથ’ કરવા જઇ રહી છે. આ ફિલ્મના નિર્દેશક કરણ મલ્હોત્રાની આ ફિલ્મમાં તે સંજય દત્ત અને રણબીર કપૂર સાથે જોવા મળશે, જેમાં રણબીર સંજય દત્તના પુત્રનું પાત્ર ભજવશે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે.

‘બેફિક્રે’ બોલ્ડ ફિલ્મ હોવા છતાં પણ દર્શકોએ તેને નકારી દીધી. વાણી કહે છે કે આ ફિલ્મે કમાણી તો કરી હતી, પરંતુ તેનો વિષય બિનપારંપરિક અને સમયથી આગળનો હતો. એથી દર્શકો તેને સમજી ન શક્યા. ‘બેફિક્રે’માં ઘણા બોલ્ડ સીન હતા.

આવાં દૃશ્ય કરવામાં પણ વાણીને કોઇ જ વાંધો નથી. તે કહે છે કે હું એવા કલાકારોમાંથી છું, જે હોલિવૂડ ફિલ્મો જોતાં મોટા થયા છે. મારા માટે આ બધું પ્રોફેશનાલિઝમનો એક ભાગ છે. તે મારી જોબનો હિસ્સો છે. મારા માટે બોલ્ડ સીન પણ સામાન્ય જેવા જ હોય છે.

You might also like