વાઘાબોર્ડરના રસ્તે આવી ઉજ્મા, ભારતની દીકરીનું ઉષ્માભર્યું સ્વાગત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જબરજસ્તી લગ્નનો શિકાર થયેલ ભારતીય મહિલા ઉજ્મા ભારત પરત આવી ગઇ છે. ઉજ્માને બે ભારતીય અધિકારીઓએ વાઘા બોર્ડર પર રિસીવ કરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઉજ્માના ભારત પરત ફરવા પર ટવિટરથી સ્વાગત કર્યું છે. સુષ્માએ લખ્યું છે કે તારી પર અત્યાર સુધી જે પણ વિત્યુ તેના માટે માફી..

ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઉજ્માને ભારત પરત ફવાની અનુમતી આપી છે. ઇસ્લામાબાદ કોર્ટના જજ મોહસિન અખ્તર કયાનીએ ઉજ્માના વિઝા પરત કર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું કે તેઓ ઇસ્લામાબાદ હાઇકોર્ટના આદેશની કોપી જોઇને આગામી કાર્યવાહી કરશે. પાકિસ્તાનમાં ઉજ્મા નામની એક ભારતીય મહિલાના એક પાકિસ્તાની ડોક્ટર સાથે જબરજસ્તી લગ્ન કરવામાં આવ્યા હતા.

આ મામલે સુનાવણી ઇસ્લામાબાદની અદાલતમાં કરવામાં આવી હતી. ઉજ્મા એક ભારતીય મહિલા છે. તેણે આ મામલે ભારતીય હાઇકોર્ટની શરણ લીધઈ હતી. તેણે ભારતીય ઓફિસરોને જણાવ્યું હતું કે કેવી રીતે પાકિસ્તાની નાગરીકે લગ્ન કરવા માટે તેની સાથે જબરજસ્તી કરી હતી. હીંસા અને શારીરિક સતામણીનો સામનો પણ કરવો પડ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like