૧૫ રાજ્યેે કેદારનાથ અાફતની રાહત માટેના પૈસા દબાવી દીધા

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વર્ષ ૨૦૧૩માં થયેલી ભયાનક હોનારત બાદ દેશના ૧૫ રાજ્યના ૩૫ સાંસદ દ્વારા અપાયેલી અાર્થિક સહાયતાને તમામ રાજ્ય દબાવીને બેઠા છે. ૧૫મી લોકસભાના ૩૫ સાંસદે મેમ્બર્સ અોફ પાર્લામેન્ટ લોકલ અેરિયા ડેવલોપમેન્ટ હેઠળ કુલ સાડા ચાર કરોડની અાર્થિક સહાયતા અાપી હતી પરંતુ ચોંકાવનારી વાત અે છે કે હજુ સુધી ઉત્તરાખંડને એક રૂપિયો પણ મળ્યો નથી.

હવે તેને લઈને કેન્દ્રઅે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સખત ઠપકો અાપ્યો છે. એમપી લેન્ડ્સના ડિરેક્ટરે તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે સાંસદો દ્વારા અપાયેલી સહાયતા તાત્કાલિક ઉત્તરાખંડને અાપવામાં અાવે. ઉત્તરાખંડ હોનારત બાદ ઉત્તરાખંડના સાંસદ સતપાલ મહારાજ, યુપીના ત્રણ સાંસદ રેવતી રમણસિંહ, શૈલેન્દ્રકુમાર, કપિલ મુનિ કરવરિયા, ઉષા વર્મન અને શ્રીપ્રકાશ જેશવાલ ઉપરાંત કર્ણાટક, ગોવા, અોડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, બિહાર, અાસામ, અાંધ્રપ્રદેશ સહિત ૧૫ રાજ્યના ૩૫ સાંસદે કુલ મળીને સાડા ચાર કરોડની અાર્થિક સહાયતા અાપી હતી.

You might also like