ઉ.પ્ર.ના બિસાહડા ગામને ગૌમૂત્ર છાંટીને શુદ્ધ કરવામાં આવશે

ગ્રેટર નોઈડા: લગભગ બે મહિના પહેલાં બીફ મળવાની અફવાના કારણે ઇખલાક નામની વ્યક્તિની હત્યાને લઈને ચર્ચામાં રહેલા ઉત્તર પ્રદેશના બિસાહડા ગામને શુદ્ધ કરવા માટે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં અાવશે. ગામના કેટલાક લોકોનું માનવું છે કે હત્યા બાદ અાવેલા તણાવના લીધે અહીંની અાબોહવા અશુદ્ધ થઈ ગઈ છે.

ગામમાં રહેનારા એચકે શર્માઅે જણાવ્યું કે શુદ્ધીકરણ માટે સોમવારે ગામમાં વૈદિક મંત્રોના ઉચ્ચારણની સાથે ગૌમૂત્ર છાંટવામાં અાવશે. અા ઉપરાંત બનારસથી ગામના મંદિરમાં અાવેલી સાધ્વીના નેતૃત્વમાં પદયાત્રા પણ કઢાશે. જેમાં ગામના તમામ ધર્મોના લોકો ભાગ લેશે.

ઇખલાકની પુત્રી શાહિસ્તાઅે જણાવ્યું કે અા ગામમાં ફરી એકવાર તણાવની હાલત જોવા મળી રહી છે. કેમ કે અાઠ અન્ય અારોપીઅોનાં નામ સામે અાવ્યાં છે. અાજે ઇખલાકના પુત્ર દાનિશનું પણ નિવેદન લેવાશે. ગ્રામીણોઅે પોલીસને મળીને માગણી કરી છે કે કોઈ પણ તપાસ વગર એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં ન અાવે.

You might also like