ઉત્તરાખંડમાં આંધી-તોફાનઃ પથ્થરની શિલા નીચે દબાઈ જવાથી ૧૦નાં મોત

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ચકરાતા નજીક જોરદાર આંધી અને વાવાઝોડા દરમિયાન ભૂસ્ખલન થવાથી ૧૦નાં મોત થયાં છે. ખડકની મોટી શિલા તૂટી પડવાથી દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં મોટા ભાગનાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે.
એકાએક ફૂંકાયેલા વાવાઝોડા અને આંધીથી બચવા માટે સડકનું નિર્માણ કરી રહેલા મજૂરોએ આ ખડકની મોટી શિલા નીચે આશ્રય લીધો હતો. દરમિયાન શીલા તૂટી પડતાં તેની નીચે ઉભેલા ૧૦ લોકોનાં મોત થયાં હતાં.
ચકરાતાના ત્યૂણી વિસ્તારમાં હનોલ માર્ગ સ્થિત ચાત્રા ગામમાં ભયંકર તોફાન અને આંધીના કારણે આ ખડકની શિલા ખસી ગઈ હતી અને તેની નીચે ઊભેલા ૧૦ લોકો દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પ્રશાસનને રાહત અને બચાવની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરી દીધી હતી. રાહત અને બચાવ ટુકડીઓએ હાલ શિલા નીચે દબાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે.

You might also like