ઉત્તરાખંડમાં શક્તિ પરીક્ષણ માટે કેન્દ્ર તૈયાર, બળવાખોર સાંસદ નહીં આપી શકે વોટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાના જવાબમાં જણાવ્યું છે કે તેઓ ફ્લોર ટેસ્ટ કરવા માટે તૈયાર છે. મંગળવારે ઉત્તરાખંડમાં શક્તિ પરીક્ષણ થશે પરંતુ કોંગ્રેસના બળવાખોર સાંસદોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે અને આ મામલે તેમને દૂર રહેવા જણાવ્યું છે. તેઓ શક્તિ પરીક્ષણ દરમ્યાન વોટિંગ નહીં કરી શકે.

એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ બહુમત પરીક્ષણ માટે સુપ્રીમ કોર્ટને એક ઓબ્ઝર્વર નિયુક્ત કરવાની માંગણી કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારીને જ ઓબ્ઝર્વર બનાવવામાં આવે છે. જેમના મતે આ બહુમત પરીક્ષણનો એકમાત્ર એજન્ડા બે રાજનીતિક દળો દ્વારા બહુમત સાબિત કરવાનો જ હોવો જોઇએ.

એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટેને જણાવ્યું છે કે બહુમત પરીક્ષણ દરમ્યાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન યથાવત રાખવું જોઇએ. ગત મંગળવારે સુપ્રીમ કોર્ટે એર્ટોર્ની જનરલને જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર પાસે બહુમત પરીક્ષણ પર ચર્ચા કરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

 

You might also like