ઉત્તરાખંડઃ બળવાખોર સાંસદોના ભવિષ્ય પર 9 મેએ સુનાવણી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાજનીતિક સંકટમાં શનિવારે નૈનીતાલ હાઇકોર્ટે 9 બળવાખોર સાંસદોની અરજી પણ સુનવાણી કરી છે. હાઇકોર્ટે કોંગ્રેસના બળવાખોર સાંસોદ પર સુનાવણી 9 મેના રોજ હાથ ધરવા અંગે જણાવ્યું છે. હાઇકોર્ટમાં આ સાંસદોને અયોગ્ય સાબીત કરવા વિરૂદ્ધની અરજી દાખલ કરવામાં આવી હતી.

મામલાની સુનાવણી દરમિયાન અરજીદાર સાંસદોના વકીલ સીએમ સુંદરમે ન્યાયાલયમાં જણાવ્યું હતું કે સદનમાં સાંસદનો આક્રોશ તેમને અયોગ્ય સાબિત કરવા અંગેનું કારણ ન બની શકે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બરતરફ કરવા માટે કોઇ યોગ્ય કારણ હોવુ પણ એટલું જ જરૂરી છે.

સ્પીકર અને અરજીકર્તાના અધિવક્તા કપિલ સિબ્બલ અને અમિત સિબ્બલ પણ કોર્ટમાં પહોંચ્યા હતા. જો કે કોર્ટે કહ્યું હતું કે અમિત તેમ જ કપિલ સિબ્બલની દલીલ માત્ર સ્પિકરના સીડી મામલે જ સાંભળવમાં આવશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજી પર 10 મેના રોજ શક્તિ પરીક્ષણનો આદેશ આપ્યો હતો.

 

You might also like