માઓવાદીઓએ ઉતરાખંડમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી

અલ્મોડા : નૈનીતાલ જિલ્લાનાં ઘારી ક્ષેત્ બાદ શંકાસ્પદ માઓવાદીઓએ શુક્રવારે અલ્મોડા જિલ્લાનાં સોમેશ્વરમાં દિવાલો પર નારાઓ લખીને જનતાને ઉતરાખંડમાં 15 ફેબ્રુઆરીમાં યોજનારા વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

અલ્મોડાના પોલીસ અધીક્ષક દિલીપ સિંહ કંવરે જણાવ્યું કે સવારે સોમેશ્વર અને આસપાસનાં વિસ્તારમાં કેટલાક સ્થળો પર પોસ્ટર, બેનર અને દિવાલો પર નારા લઘવામાં આવ્યા છે. જેમાં જનતાને ચૂંટણીનો બહિષ્કાર અને ગૃહયુદ્ધ ચાલુ કરવા માટે કહેવાયું છે.

સિંહના અનુસાર મહાત્મા ગાંધી ઇન્ટર કોલેજ, ચોંદા ગાવ અને કાલિકા મંદિરની સાથે જ ચોંદામાં અન્ય જાહેર સ્થળો પર લાલ શ્યાહીથી નારા લખેલા મળ્યા હતા. કેટલાક સ્થળો પર માઓવાદીઓએ છપાયેલા કાગળ પણ ચોંટાડ્યા હતા.

કંવરે જણાવ્યું કે પોસ્ટર, બેનર પર દિવાલો પર લખેલા નારા ભુંસવાની કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. આ મુદ્દાને ગંભીરતા પુર્વક લેવા માટે કહ્યું છે. પરિસ્થિતી પર નિયંત્રણ રાખવા માટે એક ટીમ પણ બનાવાઇ છે.

You might also like