કોર્ટે હટાવ્યું રાષ્ટ્રપતિ શાસન : 29મીએ બહુમતી સાબિત કરવા માટેની તડામાર તૈયારીઓ

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે નૈનીતાલ હાઇકોર્ટે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ સાશન હટાવી દેવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટ કોંગ્રેસના બળવાખોર સાંસદોના પદને ખારીજ કરવાના સ્પીકરના નિર્ણયનો પણ સ્વિકાર કર્યો છે. હરીશ રાવતની અલ્પમત હોવા અંગેની દલીલ પર કેન્દ્ર સરકારે રાજ્યમાં 27 માર્ચથી રાષ્ટ્રપતિ શાસન લદાવ્યું હતું. કેન્દ્ર સરકારે આ મામલે જણાવ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકારશે.

આ નિર્ણય કરતા પહેલા હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું સરકાર એક પ્રાઇવેટ પાર્ટી છે? કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કરતા કહ્યું હતું કે તમે કાલે રાષ્ટ્રપતિ શાસન હટાવીને, અન્ય કોઇ સરકાર બનાવી લો, તો તે કાયદાની મજાક ગણાશે.

29 એપ્રિલ સુધી સાબીત કરવી પડશે બહુમતીઃ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાના આદેશ અંગે હાઇકોર્ટે 29 એપ્રિલે વિધાનસભામાં બહુમતિ સાબિત કરવાની રહેશે. હરીશ રાવત પોતાના પક્ષની બહુમતી સાબિત કરવાનો દાવો કરી રહ્યાં છે. ત્યાં બીજેપી 35 વિધાયકોના સમર્થનનો દાવો કરી રહી છે. અદાલતના આ નિર્ણય પછી 29 એપ્રિલ મહત્વની રહેશે. કોંગ્રેસે અદાલતના આ નિર્ણયને સ્વિકાર્યો છે. હરીશ રાવત સરકારમાં મંત્રી રહી ચૂકેલ ઇંદિરા હૃદયેશે જણાવ્યું છે કે અદાલતનો આ નિર્ણય આગામી સમય માટે મિસાલ રહેશે.

ઝડપથી બદલાઇ રહ્યો છે ઘટના ક્રમઃ આ બધાની વચ્ચે રાજનીતિક ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. હરીશ રાવતે કોંગ્રેસ સાંસદોને દહેરાદૂનમાં રહેવાનું જણાવ્યું છે. તો રાજ્યપાલ પોલે પણ તેમનો કાર્યક્રમ રદ કરી નાંખ્યો છે.

રાષ્ટ્રપતિ છે રાજા નહીં- કોર્ટઃ ઉત્તરાખંડ હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે નિવેદન કર્યું હતું કે આ રીતે રાષ્ટ્રપતિના નિર્ણયની અવગણના ન કરવી જોઇએ. જેની પર કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિનો આદેશ રાજાનો નિર્ણય નથી હોતો. રાષ્ટ્રપતિ પણ ખોટા હોઇ શકે છે.  તેમના નિર્ણયની પણ સમીક્ષા થઇ શકે છે. કોર્ટે કહ્યું કે આમ કહીને તેઓ કોર્ટના નિર્ણય પર સવાલ ન ઉઠાવી શકે.

You might also like