ઉત્તરાખંડઃ શક્તિપ્રદર્શન પહેલા હરીશ રાવતને રાહત, BSPના બે ધારાસભ્યોનું હરીશ રાવતને સમર્થન

ઉત્તરાખંડઃ આજે ઉત્તરાખંડમાં હરીશ રાવત માટે મહત્વની પરીક્ષા છે. રાવતે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. ત્યારે શક્તિ પ્રદર્શન પહેલાં BSPના બે ધારાસભ્યો હરીશ રાવતના સમર્થનમાં જોડાયા છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની કુલ 71 સિટો છે. જેમાં 9 ધારાસભ્યો મતદાન કરી શકશે નહીં. ભાજપ પાસે 28 સિટો છે. ત્યારે રાવત માટે બહુમત સાબિત કરવી મુશ્કેલ છે. જેમાં BSPના બે ધારાસભ્યોએ હરીશ રાવતને સમર્થન આપ્યું છે. સિટની ગણતરીની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 27 સિટો અને ભાજપ પાસે 28 સિટો છે. જ્યારે અપક્ષ ત્રણ અને અન્ય 2 એમ સિટો છે. જ્યારે બહુમતી હાસલ કરવા માટે 32ની જરૂર છે. ત્યારે બંને પક્ષે અન્ય પક્ષના ટેકાની જરૂર પડે તેવી સ્થિતી છે. આજે શક્તિ પ્રદર્શન દરમ્યાન બે કલાક માટે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવશે.

You might also like